જન્મ અને મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો ઘેર બેઠા @eolakh.gujarat.gov.in

By | March 25, 2023
4/5 - (1 vote)

જન્મ અને મરણનું પ્રમાણપત્ર : રાજ્ય સરકાર દ્વારા જન્મ અને મરણ નું સર્ટિફિકેટ સરળતાથી લોકોને મળી રહે તે માટે એક ઇ ઓળખ નામનું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરેબેઠા ડાઉનલોડ કરી શકશે.

જન્મ અને મરણનું પ્રમાણપત્ર

જન્મ અને મરણ અધિનિયમ,1969 અંતર્ગત દરેક વ્યક્તિના જન્મનું અને મરણનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ પોસ્ટમાં જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરેબેઠા કઈ રીતે ડાઉનલોડ કરવો તેની માહિતી મેળવીશું.

જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કઈ રીતે કરશો?

ગુજરાત સરકાર દ્વારા જન્મ અને મરણના દાખલા માટે જે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તેમાં જે લોકોએ આ પ્રમાણપત્ર મેળવવું હોય તેમને સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન માં માંગેલી તમામ વિગતો ભર્યા બાદ આપને મોબાઈલ નંબર અથવા ઈમેલ પર એક લિંક મોકલવામાં આવશે તે લિંક ઓપન કરીને તમે જન્મ અથવા મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જન્મનો દાખલો એ વ્યક્તિ સાચી ઓળખ મેળવવા માટે પ્રમાણભૂત સર્ટિફિકેટ છે. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી દ્વારા લોકોને વિવિધ સરકારી સુવિધાઓનો લાભ ઘરેબેઠા અને ધક્કા ખાધા વગર મળે એ માટે ઇ ઓળખ નામની એક સરકારી વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી, આ પોર્ટલ દ્વારા લોકો જન્મ અને મરણના દાખલા ઓનલાઈન મેળવીને તેની પ્રિન્ટ કઢાવી શકશે.

જન્મ અને મરણનું પ્રમાણપત્ર માટેની ઓનલાઈન પ્રોસેસ

  • જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
  • અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઇલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર online download કરવા સાચવી રાખવો જરૂરી છે.
  • દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર સાથે linked જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરી શકાશે.
  • જો દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર online download કરી શકાશે નહી. તેમ છતાયે કોઇ તાંત્રિક કારણોસર download કરવામાં મુશ્કેલી પડે તો, સૌ પ્રથમ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જનમ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે. સંપર્ક નંબરો Home page ઉપર આપેલા છે.
  • આ રીતે, કોમ્પ્યુટરાઇઝ્ડ પધ્ધતિથી generate થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તા. ૦૫/૦૨/૨૦૨૦ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે.

આ પણ ખાસ વાંચો :

e Shram Card | e Shram Self Registration 2022 @register.eshram.gov.in

How To Driving Licence Online In Gujarat

ગુજરાત જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જન્મનો દાખલો એ વ્યક્તિની ઓળખ અને ઉંમર સાબિત કરવા માટે ખુબજ ઉપયોગી દસ્તાવેજ છે.જન્મનું પ્રમાણપત્ર સામાન્ય રીતે વ્યક્તિના જન્મ વખતે સરકાર દ્વારા આપવામાં આવે છે.સરકાર જન્મના દાખલા દ્વારા જન્મ તારીખ, જન્મનું સ્થળ અને માતા પિતાનું નામ વગેરે માહિતી સરકારી રેકર્ડમાં નોંધે છે. કોઈપણ બાળકનો જન્મ થાય એના 21 દિવસમાં જન્મની નોંધણી કરાવવી ફરજિયાત છે, નોંધણી કરાવ્યા બાદ આપવામાં આવેલ અરજી નંબરથી સરળતાથી ઓનલાઈન જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે.

ગુજરાત જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

  • જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરેબેઠા
  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ eolakh.gujarat.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ ડાઉનલોડ સર્ટિફિકેટ બટન પર ક્લિક કરો.
  • નવા પેજમાં “જન્મ/મરણ”નો ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ અરજી નંબર અથવા મોબાઈલ નંબર અને જન્મ વર્ષ એન્ટર કરો.
  • છેલ્લે સર્ચ ડેટા બટન પર ક્લિક કરો અને જન્મ અથવા મરણ પ્રમાણપત્રની PDF ફાઇલ ડાઉનલોડ કરીને તેને ભવિષ્યના ઉપયોગ માટે સેવ કરી લો.
જન્મનો દાખલો ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
મરણનો દાખલો ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવાઅહી ક્લિક કરો
ઓફિશ્યલ પરિપત્ર ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો

લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.NET ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે?

Ans : જન્મનો દાખલો નોંધણી કરાવ્યા બાદ આપેલ અરજી નંબર અથવા મોબાઈલ નંબરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.

જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ કઈ છે?

Ans : eolakh.gujarat.gov.in પર જઈને જન્મ મરણના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *