મફત છત્રી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી @ikhedut.gujarat.gov.in

By | June 28, 2022

મફત છત્રી સહાય યોજના 2022 | Ikhedut yojana 2022 | Mafat Chatri Yojana In Gujarat 2022 | I khedut Portal 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | ગુજરાત સબસીડી યોજના 2022 | આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી | ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી / શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના | મફત છત્રી યોજના 2022 | Mafat Chatri Yojana Gujarat 2022 | Free Chatri Yojana Gujarat | Free Umbrella Yojana Gujarat 2022 | Mafat Chatri Sahay Gujarat 2022

મફત છત્રી સહાય યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ દરેક યોજના ની માહિતી મુકવામાં આવે છે, જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના, મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓ ઓનલાઈન I khedut Portal 2022 માં મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું…

યોજનાનું નામવિનામૂલ્યે છત્રી સહાય યોજના
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ16 જુલાઈ 2022
મળવાપાત્ર લાભઆ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. 

ગુજરાતમાં મફત છત્રી યોજના 2022

  • આ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. 
  • આ યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.
  • આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યાબાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે જિલ્લાની બાગાયત ક્ચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાનાં રહેશે.
  • અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં જિલ્લા કચેરીમાંથી પૂર્વ મંજુરી આપવામાં આવશે.
  • પસંદ થયેલ અરજદારને નિયત સમયમાં છત્રી મેળવવા જે તે જીલ્લા કચેરીએથી જણાવવામાં આવશે.

આ યોજનાની માહિતી પણ વાંચો :

વિનામૂલ્યે છત્રી સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિનામૂલ્યે છત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ મફત છત્રી સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
  • આ યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

વિનામૂલ્યે છત્રી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી વિનામૂલ્યે છત્રી સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  • અરજદારનો આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
  • જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  • જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  • અરજદારના રેશનકાર્ડની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર

વિનામૂલ્યે છત્રી યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

સ્ટેપ 1: સૌ પ્રથમ તમારે યોજનાની સત્તાવાર સાઇટ એટલે કે https://ikhedut.gujarat.gov.in પર જવું પડશે.

chhatri 1
મફત છત્રી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી @ikhedut.gujarat.gov.in 3

સ્ટેપ 2: હોમ પેજ ઓપન થયા પછી તમારે ” યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે તે તમને આગલા પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરશે.

Chaatri yojana 2
મફત છત્રી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી @ikhedut.gujarat.gov.in 4

સ્ટેપ 3: હવે તમારે ઘણી યોજનાઓમાંથી મફત છત્રી યોજના પસંદગી કરવાની રહેશે.

પગલું 4: હવે તે તમને પૂછશે કે તમે આ યોજનામાં પહેલાથી જ નોંધાયેલા છો કે નહીં. તમે રજીસ્ટર્ડ ન હોવાથી “ના” પર ક્લિક કરો અને પછી “પ્રોસીડ” પર ક્લિક કરો.

પગલું 5: પછી તમારે “નવી નોંધણી” પર ક્લિક કરવું પડશે

પગલું 6: ત્યારબાદ તમારી સામે એક નોંધણી ફોર્મ ખુલશે. હવે તમારે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો જેમ કે તમારી અંગત વિગતો, બેંક વિગતો, રેશન કાર્ડની વિગતો અને પછી કેપ્ચા કોડ ભરવાની રહેશે.

પગલું 7: બધી જરૂરી વિગતો ખૂબ જ કાળજીપૂર્વક ભર્યા પછી તમારે “સબમિટ” બટન પર ક્લિક કરવું પડશે.

પગલું 8 : સફળ નોંધણી પછી, તમારા ખાતામાં લોગિન કરો અને યોજના માટે અરજી કરવાનું ચાલુ રાખો

જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.

અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

વિનામૂલ્યે છત્રી સહાય યોજનામાં અરજદારે 17/06/2022 થી 16/07/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

યોજનાની સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *