LRD Document Verification Call Letter 2022

By | July 21, 2022

LRD Document Verification Call Letter 2022 : Lokrakshak Dal, LRD has Recently released the Document Call Letter 2022, Candidates Download Their Call Letter given blow article.

LRD Document Verification Call Letter 2022

LRD Already Released waiting List 2022 on 16.07.2022, Now Lokrakshak Dal has Recently released the Female candidates Document Verification Call Letter, Candidates download the LRD Document Verification Call Letter 2022 on Ojas.gujarat.gov.in

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી મહિલા ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી કોલલેટર

મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૨૧/૦૭/૨૦૨૨ નારોજ કલાકઃ ૧૪.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

જો કોઈ મહિલા ઉમેદવારને મુશ્કેલી જણાય તો ભરતી બોર્ડના મોબાઇલ નંબરઃ(1) 9104654216 (2) 8401154217 (3) 7041454218 ઉપર ક.૧૧:૦૦ થી ૧૭:૩૦ સુધી (જાહેર રજાના દિવસો સિવાય) સંપર્ક કરી શકે છે.

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી (દસ્તાવેજ ચકાસણી)

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી તા.૧૬/૦૭/૨૦૨૨ નારોજ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે.

મહિલા ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં જે ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે તેવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી તા.૨૮/૦૭/૨૦૨૨ નારોજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ કાયમી સરનામાંના શહેર/જીલ્લા ખાતે કરવામાં આવનાર છે.

દસ્તાવેજ ચકાસણી માટે કોલલેટર તા.૨૧/૦૭/૨૦૨૨ નારોજ OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે.

દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારે કઇ જગ્યાએ હાજર રહેવુ તે અંગે સબંધિત શહેર/જીલ્લા ધ્વારા અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઇલ નંબર અથવા સરનામાં ઉપર સંપર્ક કરી જાણ કરવામાં આવશે.

Also Read :

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી

ગુજરાત સરકારના ગૃહવિભાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક ભરતી-૨૦૧૮ની પ્રતિક્ષાયાદી તૈયાર કરવા હુકમ કરવામાં આવેલ છે.

લોકરક્ષક કેડર-૨૦૧૮ ભરતી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે તા.૧૦/૧૨/૨૦૧૯ નારોજ જાહેર થયેલ આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે તા.૨૪/૦૪/૨૦૨૦ નારોજ જાહેર થયેલ આખરી પરિણામમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને રાખી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવેલ છે.

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ પુરૂષ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો.
લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ મહિલા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો.

પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં ST DV PENDING દર્શાવેલ છે. તે ઉમદેવારોના ST અંગેના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિભાગનાઓ હસ્તક ચકાસણી હેઠળ છે. ચકાસણી પૂર્ણ થયા બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓની કચેરી ધ્વારા થતી હોવાથી તેઓશ્રીને મોકલી આપવામાં આવેલ છે.

જે મહિલા ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં DV PENDING દર્શાવેલ છે, તે ઉમદેવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે. દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી જાણ કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

LRD DV Call Letter 2022Download Here
Official WebsiteView Here
Follow Us On google NewsFollow Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *