વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 : ધોરણ 4 થી લઈને ૮ પાસ સુધી ભરતી

By | March 25, 2023
Rate this post

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 : વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

VMC ભરતી 2023 | VMC Bharti 2023

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 હેઠળ કુલ 370 સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023ની રાહ જોઈ રહ્યા તમામ લોકો માટે આ સારો મોકો છે. ભરતીની માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

જગ્યાનું નામજગ્યા
મેડીકલ ઓફિસર (કરાર આધારિત)74
સ્ટાફ નર્સ (કરાર આધારિત)74
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત)74
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing)74
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing)74

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
મેડીકલ ઓફિસર (કરાર આધારિત)એમ.બી.બી.એસ. ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવુ જરૂરી છે.
સ્ટાફ નર્સ (કરાર આધારિત)ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC (Nursing)નો કોર્સ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઈફરીનો કોર્સ. ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટકોર્સ કરેલ હોવો જરૂરી છે.
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત)12 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબલ્યુનો 1 વર્ષિય તાલીમ કોર્ષ અથવા 12 પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing)ધોરણ 8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing)ધોરણ 4 પાસ, સફાઈની કામગીરી કરી શકે તેવા હોવા જોઈએ.

પગાર ધોરણ

જગ્યાનું નામફિક્સ પગાર (પ્રતિ માસ)
મેડીકલ ઓફિસર (કરાર આધારિત)રૂ. 70,000/-
સ્ટાફ નર્સ (કરાર આધારિત)રૂ. 13,000/-
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત)રૂ. 13,000/-
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing)રૂ. 10,000/-
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing)રૂ. 10,000/-

આ પણ ખાસ વાંચો :

જન્મ અને મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો ઘેર બેઠા

Gujarat Government Yojana Document List In PDF

વય મર્યાદા

મેડીકલ ઓફિસર માટે 62 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી અને અન્ય જગ્યાઓ માટે 45 વર્ષથી વધુ નહી તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.

ઓનલાઈન જ અરજી કરવાની રહેશે

રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ : 24-03-2023 થી તારીખ 03-04-2023 દરમ્યાન www.vmc.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.NET ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
ઓનલાઈન અરજી અહીંથી કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *